1,188 Total Views
કોરોનાકાળ ની વિકટ પરિસ્થિતિ ના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જ્યારે અનલોક કરવામાં આવ્યું છે તેના કારણે સંક્રમણ નું પ્રમાણ અને કોરોનાના પોઝીટીવ કેસ માં વધારો થઇ રહ્યો છે. તેને ધ્યાન માં રાખી ને આણંદ ની જાહેર જનતા ને સારવાર પૂરી પાડવા માટે આણંદ માં નવનિર્માણ થયેલ ટીસ્ક્વેર હોસ્પિટલ માં પ્રથમ વાર ડીઝીટલ ઓ.પી.ડી સર્વિસ ની સરુઆત કરવામાં આવેલ છે. જેમાં આ હોસ્પિટલ માં ડીઝીટલ સેવાઓ અંતર્ગત વિવિધ પ્રકાર ના પેકેજિસ આપવામાં આવી રહ્યા છે.આ પેકેઝીસ અંતર્ગત દવાઓ ,ડોક્ટર ની વિડીઓગ્રાફી સલાહ,નર્સિંગ સેવાઓ, તેમજ હેલ્થ કાઉન્સેલર ના માર્ગદર્સન હેઠળ દરેવ્ક વ્યક્તિ ને પોસાય તેવા દરે ઘરે બેઠા સર્વિસ આપવામાં આવી રહી છે. તદુપરાંત તા: ૨૧/૬/૨૦૨૦ ના રોજ હોસ્પિટલ દ્રારા પત્રકારો ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ટી સ્ક્વેર પરિવાર દ્રારા હેલ્થ કાર્ડ આપી હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Address : ટી સ્ક્વેર સર્કલ પાસે નાની ખોડીયાર રોડ, આણંદ
સંપર્ક: (૦૨૬૯૨) ૩૫૦ ૨૦૦