1,218 Total Views
આણંદ જિલ્લા માટે એક માઠા સમાચાર આવ્યા છે આજે આણંદ જિલ્લાની અંદર વધુ સાત પોઝિટિવ કેસ નવા નોંધાયા છે જેમાં આંકલાવ તાલુકાના અસોદર ના 39 વર્ષીય પુરોષનો, આંકલાવ શહેર માં 32 વર્ષીય પુરુષનો ,ઉમરેઠ શહેરમાં એક 65 વર્ષીય પુરુષનો અને બીજો 39 વર્ષીય પુરૂષનો, વિદ્યાનગર માં 47 વર્ષીય પુરુષનો,પેટલાદ શહેરમાં 40 વર્ષીય પુરુષનો ,ખંભાત શહેરમાં 46 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આયા છે. એક દિવસમાં વધુ સાત પોઝીટીવ કેશ આવતા સમસ્ત આણંદ જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે
આણંદ જિલ્લાની જો હાલમાં આણંદ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં કોરોના વાયરસ ના કુલ 134 કેશ અત્યાર સુધી નોંધાયા છે. જેમાં થી 106 દર્દી સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે.13 દર્દીઓ ના કોરોના ના લીધે મોત નિપજ્યા છે.અને બાકી રહેલા 12 દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યાં છે. હાલ જિલ્લામાં કુલ 12 એક્ટિવ કેશ છે .