1,139 Total Views
ભારતીય પ્રાચીન વારસા નું વૈશ્વિક સ્વીકાર એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂન સૌ એ યોગ કર્યા અને ઉત્સાહ ભેર અન્યો માટે પ્રેરણા રૂપ કાર્ય કર્યું,એમાં આણંદ જિલ્લામાં પણ સૌ એ યોગ ને મહત્વ આપ્યું અને આંગળવાડી ના ભૂલકાં પણ યોગાસન માં જોડાયા…આઇ.સી ડી.એસ.આણંદ જિલ્લાના તમામ આંગળ વાડી કેન્દ્રો ના લાભાર્થી બાળકો ,કિશોરીઓ, જે ત્રણ થી છ વર્ષ ના કુલ ૮૫૭૦ બાળકો કિશોરીઓ ૩૩૬૦, સગર્ભા મહિલા ઓ ૧૦૮૦ અને ધાત્રી માતાઓ ૧૨૬૮ ,પણ યોગાસન માં જોડાયા હતા….આણંદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષા બહેન તબિયારે વધુ વિગત આપતા કહ્યું કે…..હાલ માં આંગળ વાડી કેન્દ્રો બંધ છે પણ પોત પોતાની રીતે ઘરમાંજ રહી અને એકાદ ફળિયા માં એક ઘેર નાની સંખ્યા માં એકત્ર થઈ ને ભૂલકા ઓએ યોગાસન કર્યા.માસ્ક પહેરીને ને યોગ કરતા આ બાળકો બોરસદ તાલુકાના દાવોલ ગામના બાળકો છે.