1,336 Total Views
આણંદ : આણંદ જિલ્લામાં કોરોના વધી રહેલ સંક્રમણને ડામવા તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડી સંક્રમણને અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કેટલાક નાગરિકો આ મામલે બેદરકારી દાખવી અમલ ન કરતા હોઈ આણંદ શહેરના ૫ જ્યારે ગ્રામ્ય વિસ્તારોના ૮ મળી કુલ ૧૩ વ્યક્તિઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે કરફ્યુના સમય દરમ્યાન યાદગાર સોસાયટીમાં રહેતા સાહીલ દાઉદભાઈ મલેક માસ્ક વિના ફરતા હોઈ પોલીસે તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં આણંદ શહેરના પોલસન ડેરી રોડ વિસ્તારમાં રાત્રિના ૮.૦૦ વાગ્યા બાદ કરફ્યુના સમયે ઈરફાનભાઈ ગનીભાઈ શેખે પોતાની કમલીવાલા ચીકન મટન શોપ ખુલ્લી રાખતા પોલીસે તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ બાબારામદેવ હેર કટીંગ સલુનના માલિક મુકેશભાઈ મેઘાજી મારવાડીએ પોતાની દુકાન રાત્રિના ૮.૦૦ વાગ્યા બાદ કરફ્યુના સમય દરમ્યાન ખુલ્લી રાખી હોવાથી મોડી રાત્રિ સુધી દુકાન ખુલ્લી રાખવા બદલ તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. વધુ બનાવમાં ગામડી ખાતે શાંતિનગર પાસે કીરીટભાઈ ચીમનભાઈ ગોહેલ રાત્રિના કરફ્યુ સમય દરમ્યાન માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા હોઈ તેમના વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં આસોદર ચોકડી પાસે પાણીપુરી લારી ઉપર લોકો ટોળે વળી પાણીપુરી ખાતા હોઈ પોલીસે તપાસ કરતા પાણીપુરીની લારી ચલાવતા ઈસરાઈલખાને હેન્ડગ્લોઝ તેમજ માસ્ક પહેર્યા ન હતા અને સોશ્યલ ડીસ્ટન્સનું પણ પાલન ન થતુ હોઈ તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં કાશીપુરા વિસ્તારમાં પોલીસ ચેકીંગ હતી ત્યારે લોકો માસ્ક પહેર્યા વગર ટોળે વળી ઉભા હતા અને સોશ્યલ ડીસ્ટન્સ પણ ન જળાયેલુ જોવા મળતા પોલીસ ત્યાં જતા અન્ય શખ્શો ભાગી ગયા હતા જ્યારે સઈદબેગ મિરઝા પકડાઈ જતા તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. બોરસદ રૂરલ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે કેટલાક શખ્શો સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી ઓટલા ઉપર ટોળે વળીને બેઠેલા જોવા મળ્યા હતા. જેથી પોલીસ ત્યાં જતા અન્ય શખ્શો ભાગી છુટયા હતા અને અર્જુનભાઈ ભગુભાઈ ચૌહાણ ઝડપાઈ જતા તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. ખંભાત તાલુકાના જલુંધ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાન ઉપર ટોળે વળેલ માસ્ક પહેર્યા વિનાના લોકો નજરે ચઢતા પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ તપાસ કરી ટોળુ ભેગુ કરનાર દુકાનદાર જ્યંતિભાઈ તળપદા વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. આ જ વિસ્તારમાં જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા કુણાલભાઈ પટેલ વિરૂધ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. નાર ફાટક વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક રીક્ષામાં મુસાફરો ખીચોખીચ ભરેલ હાલતમાં પસાર થતા પોલીસે તેને અટકાવી ચાલક ભરતભાઈ મફતભાઈ રબારીએ માસ્ક પહેર્યું ન હોઈ તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં ધર્મજ ચોકડી પાસેથી પસાર થતી એક રીક્ષામાં ખીચોખીચ મુસાફર ભરેલ હોઈ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનાર રીક્ષાચાલક કીરીટભાઈ અશોકભાઈ ઠાકોર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. ધર્મજ ચોકડી ત્રણ રસ્તા પાસે કેટલાક શખ્શો ટોળે વળીને ઉભા હતા ત્યારે પોલીસે રજનીકાન્ત મંગળભાઈ પરમાર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. સોજિત્રાની મોટી ખાતે પેટ્રોલીંગ કરી રહેલ પોલીસે માસ્ક વિના ફરતા સંતોષકુમાર પટેલ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.