867 Total Views
ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા
માટે વડાપ્રધાનશ્રી મોદીઍ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો અમલી કરાવ્યા છે.
નવસારીઃ સમગ્ર દેશમાં યોજાઇ રહેલા ઇન્ડિયા@૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને અનુલક્ષીને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ, વાહનવ્યવહાર રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી શ્રી ઇશ્વસિંહ પટેલે પ્રાર્થનામંદિર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ પુષ્પાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોને રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો અમલી કરાવ્યા છે ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું.
મંત્રી શ્રી પટેલે પૂ. બાપુની દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરી દેશના સ્વાધિનતા સંગ્રામમાં દાંડીયાત્રા દિવાદાંડી સમાન સાબિત થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂ. મહાત્મા ગાંધીની દાંડીયાત્રાઍ સમગ્ર દેશમાં આઝાદીની ઍક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના ૭૫ વર્ષ બાદ ફરી ઍક વખત શરૂ કરવામાં આવેલી આ દાંડીયાત્રા સાચા અર્થમાં પૂ. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ સમાન છે.
કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ જન તો તેને કહીઍ, સાબરમતિ કે સંત તુને કર દિયા કમાલ જેવા ગાંધીજીવાદી ભજનો કલાવૃંદો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા તથા ભારત ભાગ્ય વિધાતા કૃતિ ડિવાઇન સ્કુલ દ્વારા રજુ કરવામાં આવી હતી. જાણીતા વક્તા શ્રી જવલંત નાયકે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ગાંધીજીના મુલ્યોની વિભાવના સાકાર કરી હતી. તેમજ સાબરમતિ આશ્રમ અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં આયોજીત અમૃત મહોત્સવ ઉજવણી શુભારંભ કાર્યક્રમ અને દાંડીયાત્રા પ્રસ્થાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌઍ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતિ આર્દ્રા અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઙ્ગષિકેશ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરામભાઇ શાહ, ઉપપ્રમુખશ્રી અશોકભાઇ ગજેરા, ગાંધીવાદી શ્રી ધીરૂભાઇ પટેલ, શ્રી રણધીરભાઇ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહયાં હતા.