1,363 Total Views
21 જૂને સૂર્ય ગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે. આ પહેલા 5 જૂને ઉપછાયા ચંદ્ર ગ્રહણ થયુ હતુ. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. આ સૂર્યગ્રહણ રોગચાળો, કુદરતી આફતો અને ઘણા દેશો વચ્ચેના તણાવની ઘટના લાવશે તેવા સંકેતો છે. આ વખતનું સૂર્યગ્રહણ એક સાથે અનેક પ્રકારના સંયોગો લાવી રહ્યું છે.21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આ સંયોગ બીજી વખત બની રહ્યો છે જ્યારે વર્ષના સૌથી મોટા દિવસે સૂર્ય ગ્રહણ થઈ રહ્યુ છે.
જેઠ વદ અમાસના રવિવારના મિથુન રાશીમા કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે, કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થશે. સૂર્યગ્રહણનો વેધ આગળના દિવસે તા.20ના હોવાથી રાત્રિના 10.30 કલાકથી પાળવાનુ રહેશે.
જેઠ વદ અમાસના રવિવારના મિથુન રાશીમાં કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ 9.16 કલાકનો રહેશે. ગ્રહણ 12.11 કલાકે મધ્યભાગમાં પહોચશે. સૂર્યગ્રહણનો મોક્ષ 03.04 કલાકે થશે. ગ્રહણના પૂણ્યકાળ દરમિયાન સ્નાન કરી લેવાનુ રહેશે. ગ્રહણના પૂણ્યકાળ પહેલા સ્નાન કરી લઈને મોક્ષ સુધીના સમય દરમિયાન ઈષ્ટદેવના મંત્ર જપ કરવા. ગ્રહણના પૂણ્યકાળ દરમિયાન ભોજન ન કરવુ. સ્નાન કરીને રસોઈ કર્યા બાદ ભોજન ગ્રહણ કરવાની સલાહ છે.
ગ્રહણનું ફળ કેવુ મળશે ?
શુભફળ- મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે શુભ રહેશે
મધ્યમ ફળ- વૃષભ, તુલા, ધન અને કુંભ રાશિ માટે મધ્યમ રહેશે
નિમ્ન ફળ – મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન રાશિ માટે નિમ્ન રહેશે