International

અનલોકમાં કોરોનાનો વિસ્ફોટ: દુનિયાના કેટલાંય દેશોને લેવો પડ્યો આકરો નિર્ણય

 1,446 Total Views

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તાંડવ મચાવી રહ્યું છે તેની વચ્ચે કેટલાંક દેશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ઘણી બધી છૂટછાટો આપી દીધી હતી. ન્યૂઝીલેન્ડે તો કોરોના મુક્તની જાહેરાત કરીને ઉજવણીની પણ શરૂઆત કરી દીધી હતી. પરંતુ ત્યાં પણ કોરોનાએ માથું ઉંચકતા ફરીથી ન્યૂઝીલેન્ડના પીએમે કડક નિયમો લાગૂ કરી દીધા. આ મહામારીએ પોતાનો પ્રકોપ ફેલાવાનું ચાલુ રાખતા દુનિયાના કેટલાંય દેશોને નિયમોમાં ફેરફાર કરવા પડ્યા છે.

ઓસ્ટ્રેલિયા, તુર્કી, પેલેસ્ટાઈનમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. અહીંના પ્રધાનમંત્રી મુહમ્મદ શતયેહે પશ્ચિમી તટના હર્બોન શહેરમાં ફરીથી લૉકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. હર્બોનમાં 1 દિવસમાં 103 નવા કેસ આવતા ચિંતા વધી ગઇ છે.

આ દેશોમાં લાગૂ કરાયા આવા નિયમો

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં ફરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ મૂકાયો છે. મેલબર્ન શહેરમાં એક જ દિવસમાં 21 કેસ નોંધાયા જે રેકોર્ડ બ્રેક કેસ છે. રાષ્ટ્રપતિ ડેન એન્ડ્રયૂઝે કહ્યું કે લૉકડાઉનમાં છૂટછાટ બાદ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી. આ કારણે કડક પગલાં લેવા પડી રહ્યા છે. સઉદી અરબમાં પણ સરકારે રવિવારે રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો પણ એક દિવસમાં દેશમાં 4000 નવા કેસ આવ્યા છે.. જો કે અહીં હજુ પણ કાર્યક્રમ, ભીડ એકત્રિત કરવા પર અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ છે.

ઓસ્ટ્રેલિયા, તુર્કી, પેલેસ્ટાઈન સહિત અનેક દેશમાં ફરી એટેક કરી રહ્યો છે. તુર્કીમાં 1500થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તો ઈસ્તાંબુલ, ઈઝમિર, બુરસામાં વધુ 14 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ફરી લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોરોનાને કાબુમાં લેવા માટે સઉદી અરબમાં પણ કડક નિયમો લાગુ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.