International

અત્યાર સુધી જે દવાએ અમેરિકાને કોરોનાથી બચાવ્યો, તેના પર મૂકી દીધો પ્રતિબંધ

 496 Total Views

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાથી પોતાનાને કોરોના વાયરસથી બચાવાની વાત કહી. કોરોના વાયરસથી બચવા માટે આ દવાને એટલી ગુણકારી અને અસરદાર માનવામાં આવી કે સપ્લાય માટે અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ સુદ્ધાં બનાવ્યું હતું. પરંતુ હવે અમેરિકાની દવા નિયામક પ્રાધિકરણ Food and Drugs Administration (FDA) એ હાઇડ્રોક્લોરોક્વીનથી કોરોના વાયરસની સારવાર પર પ્રતિબંધ મૂકી દીધો છે.

FDAએ પોતાના આદેશમાં કહ્યું કે આ દવાના ઉપયોગથી દર્દીઓ ઉપર ઘાતક અસર જોવા મળી રહી છે. તો એ વાતના પુરાવા પણ મળી રહ્યા છે કે આ દવા કોરોના વાયરસના દર્દીઓ પર કોઇપણ સકારાત્મક અસર કરી રહ્યું નથી. હૃદયની બીમારી સાથે જોડાયેલો રિપોર્ટસનો હવાલો આપતા એફડીએ એ કહ્યું કે આ દવાના સેવનથી લાભની તુલનામાં દર્દીઓ સામે ખતરો વધુ છે. આ દવાનો ઉપયોગ હૃદય સંબંધિત બીમારીઓ, લો બ્લડ પ્રેશર અને નર્વસ સિસ્ટમને હાનિ પહોંચવાની સંભાવના છે.
HCQને હવે વેચાશે નહીં

FDAના આ આદેશથી અમેરિકન સરકારથી પ્રાપ્ત HCQ દવાના શિપમેન્ટ હવે રાજ્ય અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓને વિતરિત કરાશે નહીં. જો કે આ દવાઓ હજુ પણ વૈક્લિપક ઉપયોગ માટે ઉપલબ્ધ છે. એફડીએ એ કહ્યું કે અમેરિકન ડૉકટર કોરોના વાયરસની સારવાર માટે હજુ પણ તેને લખી શકે છે.

ટ્રમ્પે લગાવ્યો ખરાબ છબી બનાવાનો આરોપ

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ દવાની ખરાબ છબી એટલા માટે બનાવામાં આવી કારણ કે તેઓ તેનો પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે હું ખૂબ ખરાબ પ્રચારક છું. જો બીજું કોઇ આનો પ્રચાર કરી રહ્યો હોત તો તેઓ કહેતા કે આ ખૂબ સારી દવા છે.

આ ખૂબ જ કારગર દવા : ટ્રમ્પ

ટ્રમ્પ એ કહ્યું કે મને લાગે છે કે આ ખૂબ જ કારગર દવા છે અને આ તમને નુકસાન પહોંચાડતું નથી અને શકય છે કે આ સારી હશે અને મને તેની કોઇ ખરાબ અસર દેખાતી નથી. તેમણે કહ્યું કે મેલેરિયાની સારવારમાં કામ આવનાર આ દવા પર દુનિયાભરના ડૉકટર્સે સારી પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો કે ઇટલી, ફ્રાન્સ, અને સ્પેન જેવા દેશઓમાં આ અંગે મોટા-મોટા અભ્યાસ થયા છે અને અમેરિકામાં ચિકિત્સક તેને લઇ ઘણા આશાવાન છે.

Leave a Reply

Your email address will not be published.